Search This Blog

સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ અભિયાન

 


(સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ અભિયાન)

(૧) કોઇપણ બેંક મેનેજર એટીએમ બંધ થવા સંબંધે ક્યારેય ફોન કરતા જ નથી. 

(૨) કોઇ બેંક કે એટીએમ સંબંધે અજાણ્યા ફોન આવે ત્યારે કોઇને બેંકની ડીટેલ, એટીએમ કાર્ડ ડીટેલ કે ઓટીપી નંબર આપવો નહીં.

(3) એટીએમ રૂમમાં એટીએમ કાર્ડ દાખલ કરો છો તે સ્લોટ ડુપ્લીકેટ લગાવેલ છે કે નહી ચેક કરી લેવો,તેમજ પાસવર્ડ જુએ નહી તે સારૂ એટીએમ રૂમમાં અન્ય કોઇ વ્યક્તિને પ્રવેશ થવા દેવા નહીં.

(૪) મોબાઇલ ઇનબોક્ષમાં પૈસા જમા કે કપાતનો કોઇ ફોડ મેસેજ આવે તો બેંક સિવાય ક્યાંય ખરાઇ કરવી નહી.

(૫) કૌન બનેગા કરોડપતિ કે અન્ય કોઇ લોટરીના નામે ક્યારેય પૈસા ભરવા નહીં.

(૬) અજાણ્યા ફોન દ્વારા આધારકાર્ડ અપડેટ કે મોબાઇલ સીમકાર્ડ વેરીફીકેશન કરવાના બહાને કોઇ માહિતી શેર કરવી નહીં.

(૭) ઓછા વ્યાજદરની લોન કે લોભામણી જાહેરાત માટે ક્યારેય કોઇ લીંકમાં પર્સનલ માહિતી સબમીટ કરવી નહી.

(૮) નોકરી આપવાની જાહેરાત માટે કોઇ વેબસાઇટમાં બાયોડેટા કે બેંક ડીટેલ સબમીટ કરવી નહીં.

(૯) OLX વેબસાઇટમાં ઓનલાઇન વહન ખરીદી જેવા કિસ્સાઓમાં કોઇ આર્મી તરીકેની ઓળખ આપી ફોડ કરતા હોય છે, ત્યારે ઓનલાઇન પેમેન્ટ કરવું જ નહીં.

(૧૦) ગુગલ વેબસાઇટમાં ક્યારેય ગુગલપે, ફોનપે, પેટીએમ કે અન્ય એપ્લીકેશનના કસ્ટમર કેર નંબર સર્ચ કરવા નહીં. જે તે એપ્લીકેશનમાં જ કસ્ટમર કેર નંબર દર્શાવેલ હોય છે.

(૧૧) પોતાના ઇ-મેલમાં આવતા અજાણ્યા મેલનો ક્યારેય રિપ્લાય કરશો નહીં,

(૧૨) મોબાઇલ ટાવરના બહાને ફેક લેટરપેડ મોકલી ખોટી લાલચ આપતી ટોળકીથી સાવધ રહો.

(૧૩) ફેસબુક, જીમેઇલ જેવા સોશ્યલ મિડીયામાં એકાઉન્ટ સેટીંગ અને પાસવર્ડ સિક્યુરિટી સ્ટ્રોન્ગ રાખવી.

(૧૪) વોટ્સએપમાં કોઇ અજાણ્યા નંબરોવાળા ગૃપમાં એડ થવું નહી.

(૧૫) ફેસબુક કે વોટ્સએપમાં પોતાની પર્સનલ માહિતી કે કુટુંબના પર્સનલ ડ્રેટા અપલોડ કરવા નહી.