Search This Blog

Sunday, November 17, 2024

સંક્ષિપ્ત સમાચાર




* ૯ થી ૧૭ વર્ષની વયના બાળકોને સોશિયલ મીડિયા- ગેમિંગની ચિંતાજનક લતઃ લોકલ સર્કલ્સનો સર્વે.

* નોએલ તાતાને હવે તાતા સન્સના બોર્ડમાં પણ સામેલ કરાયા.

* સાર્વજનિક લાભ માટે સરકાર બધી ખાનગી સંપત્તિ કબજે ન કરી શકેઃ સુપ્રિમ કોર્ટ.

* કારના લાયસન્સ પર હળવા ટ્રાન્સપોર્ટ વાહન ચલાવી શકાશેઃ સુપ્રિમકોર્ટ.


* ટ્રમ્પની જીતને ભારતીય શેરમાર્કેટે વધાવી: માર્કેટ ક્રેપ ૮ લાખ કરોડ વધ્યું.

-સીજેઆઈ ચંદ્રચૂડની નિવૃત્તિના દિવસે ૪ વિરુદ્ધ ૩ ની બહુમતીથી લાર્જર બેન્ચનો ચૂકાદો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતી તરીકેનો દરજ્જો યથાવત્ રાખતી સુપ્રિમ કોર્ટઃ ઐતિહાસિક ફેંસલો


* રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) કેદીઓનો જાતિગત ડેટા એકત્ર કરી શકશે: સુપ્રિમકોર્ટ.


* વિદેશમંત્રી જયશંકરની પ્રેસ કોન્ફરન્સ દર્શાવવા બદલ કેનેડાએ ઓસ્ટ્રેલિયા ટુડે અને તેના સોશિયલ મીડિયા હેંડલ્સને બ્લોક કર્યા.


* લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા શિગેરુ ઈશિબા ફરીવાર જાપાનના પ્રધાનમંત્રી બન્યા.