ભારતીય ટપાલ વિભાગ દ્વારા ‘વિઝન ફોર ઇન્ડિયા-2047' વિશે સ્પર્ધા યોજાશે
રાજકોટ | ભારતીય ટપાલ વિભાગ દ્વારા ‘વિઝન ફોર ઇન્ડિયા 2047' વિષય રાષ્ટ્રીયકક્ષાની ઢાઇ અખર પત્ર લેખન સ્પર્ધા 2022 યોજાશે. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી ભાષામાં પત્ર લેખન લખવાનું રહેશે. સ્પર્ધા 1 જુલાઇ 31 ઓક્ટોબર રહેશે. સિનિ. સુપ્રી. ઓફ પોસ્ટ ઓફિસની કચેરી, બીજો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ રાજકોટ ડિવીઝન 360002ને પત્ર લેખન મોકલવાનું રહેશે. પ્રથમ ઇનામ 25 હજાર, દ્વિતીય 10 હજાર, તૃતીય ઇનામ 5 હજારનું રહેશે. 18 વર્ષથી વધુ વય સ્પર્ધકે હરીફાઇમાં ભાગ લઇ શકશે. આ પત્ર લેખન હરીફાઇમાં દરેક ભારતીય ભાગ લઇ શકશે.