ભારતીય સંસ્કૃતિ જ્ઞાનપરીક્ષાનું આયોજન કરાયું
જામનગર
ભારતીય સંસ્કૃતિની પ્રતિષ્ઠા ગૌરવનું જ્ઞાન થાય તે માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ દ્વારા ભારતના 24 રાજ્યોમાં ભારતીય સંસ્કૃતિ પરીક્ષા વર્ષ 2021 થી યોજાઇ રહી છે. ચાલુ વર્ષે જામનગરમાં તા. 17-9એ પરીક્ષાનો આયોજન કરાયું છે. ધો. 5થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે પોતાની જ શાળામાં ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવાશે. જેમાં વિદ્યાર્થીઓને જેતે ધોરણના પુસ્તકો પ્રશ્નપત્ર જવાબદારી તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ માટે જેટલા પ્રાથમિક તથા માધ્યમિક તેમજ નગર પ્રાથમિક શિક્ષણ દ્વારા પરીક્ષામાં વધારામાં વધારે વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે શાળાઓમાં પરિપત્ર મોકલવામાં આવ્યો છે.