નવા સંસદભવનની છત પર અશોક સ્તંભનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવા સંસદભવનની છત પર સ્થાપિત કરાયેલા રાષ્ટ્રીય પ્રતીક ચિહન અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું. કાંસાના સ્તંભનું કુલ વજન 9500 કિલો છે. ઊંચાઇ 6.5 મીટર છે. સ્ટીલના પ્લેટફોર્મનું વજન 6500 કિલો છે. નવા સંસદભવનનું નિર્માણકાર્ય આ વર્ષના અંત સુધી પૂર્ણ થઇ શકે છે.